અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 3 ઓગસ્ટ સુધીની આગાહી, હવે વરસાદ ક્યારે?

WhatsApp Group Join Now

રાજ્યમાં હાલ વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઇ પટેલે આજથી 3 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી કરી છે.

અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યભરમાં વરસાદનો સારો એવો રાઉન્ડ પૂર્ણ થયો છે. આજથી ચોમાસુ ધરી તેની નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ જાય છે તેથી હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, તારીખ 28 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં છુટાછવાયા ઝાપટા, હળવો વરસાદ આગાહી સમયના થોડા દિવસ વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં રીજનમાં આગાહી સમયના અમુક દિવસે ઝાપટા, હળવો મધ્યમ વરસી જાય તેમ છે. આમ, હાલ રાજ્યમાં આગામી ત્રણ ઓગસ્ટ સુધી મેઘરાજા વિરામ લેશે.

આગોતરૂ એંધાણ આપતાં અશોકભાઈ પટેલે જણાવ્યું કે, 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ફરી ચોમાસાનો માહોલ જામશે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આપેલી ગત આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 148 મીમી, કચ્છમાં 59 મીમી, મધ્ય ગુજરાતમાં 80 મીમી, દક્ષિણ ગુજરાતમાં 97 મીમી અને સૌરાષ્ટ્રમાં 24 મીમી વરસાદ પડ્યો છે.

જ્યારે જ્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝન 69.75% વરસાદ પડી ચૂક્યો છે, તેમાં દક્ષિણ ગુજરાતમાં 82%, સૌરાષ્ટ્રમાં 62%, ઉત્તર ગુજરાતમાં 56.5% અને મધ્ય ગુજરાતમાં 62% વરસાદ થયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment