અશોકભાઈ પટેલ: રાજ્યભરમાં ચામડી દઝાડે તેવો આકરા તાપ, ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર છે. આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. જયારે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

જાણિતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તે વિશે માહિતી આપતા જણાવ્યું કે, બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત થઇને આવતી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને શરૂઆતમાં ૫.બંગાળ, બાંગ્લાદેશ તરફ ગતિ કરશે.
છૂટાછવાયા વાદળો વચ્ચે 20થી 40 કિ.મી.ની ઝડપી પવન ફૂંકાશે, હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે, હાલમાં 42થી 43 ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ગઈકાલે નોર્મલથી બે થી ચાર ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયેલ છે.
અશોકભાઈ પટેલ: તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તા. 25 થી 31 મે સુધીની આગાહી કરતા જણાવેલ કે, તા. 22થી 24 મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ 44 થી 46.9 ડીગ્રી સુધીની હતી. આગાહી સમયમાં મહત્તમ બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જેની રેન્જ 41 થી 44 ડીગ્રી રહેશે.
પવન મુખ્યત્વે પશ્ચિમી તેમજ દક્ષિણ પશ્ચિમ બાજુથી ફૂંકાશે. પવન વધુ સ્પીડમાં ફૂંકાશે. 20થી 30 કિ.મી. કલાક અને ઝટકાના પવનો 40 કિ.મી. કલાકના ફૂંકાવાની શક્યતા છે. આવતી કાલ રવિવારથી વધુ દિવસો છૂટા છવાયા વાદળ રહેશે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.