ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. એવામાં આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઓફશોર ટ્રફ છે જે નોર્મલ પોઝીશન કરતા નીચે છે. આ સિવાય અરબી સમુદ્રમાંથી મજબૂત પશ્ર્ચીમી પવનો ફુંકાઈ રહ્યા હોવાથી ચોમાસુ સીસ્ટમને જોર મળ્યું છે. ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જારી કરાયા છે તે ઉપરાંત કોંકણ તથા મધ્ય મહારાષ્ટ્ર માટે શુક્રવાર સુધીનું રેડએલર્ટ અપાયુ છે. ગોવા, કર્ણાટક, હિમાચલ તથા ઉતરાખંડ માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
7 જુલાઈની આગાહી
– હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત અને ભરૂચમાં અતિભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
– આ સિવાય જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
8 જુલાઈની આગાહી
– 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દેવભુમિ દ્વારકા અને પોરંબદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
– તેમજ ડાંગ, સુરત, તાપી, દમણ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
– આ સિવાય કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બીજી બાજુ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.