છેલ્લા થોડાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જોકે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી આવનાર બે દિવસ સુધી વરસાદની શક્યતા યથાવત્ રહેશે.
સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિનો ભોગ બની રહ્યું છે. આપ બધા જાણો છો કે સૌરાષ્ટ્રમાં વરસાદનું ચિત્ર આ વર્ષે કેવું રહ્યું છે. તો દરિયાઈ પટ્ટી ઉપર રમણીકભાઈની આગાહી મુજબ બધા રાઉન્ડમાં ભારે વરસાદ પડશે આ વાતનો ઉલ્લેખ તેમની આગાહીમાં કરવામાં આવ્યો હતો.
તો સૌરાષ્ટ્રની દક્ષિણ કોસ્ટલ પટ્ટી ઉપર અતિવૃષ્ટિ જેવો માહોલ ઉભો થયો છે. મિત્રો રમણીકભાઈ વામજાની આગાહી મુજબ, સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો, રમણીકભાઈએ તેમની આગાહીમાં 10 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન બપોર પછી ગાજવીજ સાથેનો મંડાણી વરસાદ જોવા મળશે.
આ વાત પણ સો ટકા સાબિત થઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં પણ 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમ્યાન હાથીયા નક્ષત્રમાં નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથેનો વરસાદ પડશે. એવું રમણીકભાઈએ તેમની આગાહીમાં વાત કરેલી છે.
મિત્રો આ રાઉન્ડ પછી હજી પણ એક રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે કારણ કે આ વાતની પુષ્ટિ રમણીકભાઈની આગાહીમાં જોવા મળી રહી છે.
ગઈ કાલથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ છે. મિત્રો વરસાદના હવે બે મુખ્ય નક્ષત્ર બાકી રહ્યા છે. આ વર્ષે લગભગ બધા જ નક્ષત્રોમાં ભરપૂર વરસાદ જોવા મળ્યો છે.
આ નક્ષત્રના સમયગાળા દરમિયાન લગભગ ટૂંકી મુદતની મગફળી તેમજ કઠોળ વર્ગના પાકો પાકવાની અણી ઉપર હોય છે. એટલે જો આ નક્ષત્રમાં વરસાદ મંડાય તો આ પાકોમાં મોટી નુકસાનીની ભીતી રહેતી હોય છે. એટલે જ આ ઓતરા નક્ષત્રની કહેવત લોક વાણીમાં વણાયેલી છે. “જો વરસે ઓતરા તો ધાન ન ખાય કુતરા.” એનો મતલબ એવો થાય કે. આ નક્ષત્રનો વરસાદ નુકસાની રૂપ સાબિત થતો હોય છે.
હવામાનના મોડલોના ચાર્ટ મુજબ પણ આ નક્ષત્રના પ્રથમ અને બીજા પાયામાં વરસાદની સંભાવનાઓ ખૂબ જ સારી જણાઈ રહી છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.