આધારકાર્ડ ધારકો માટે મોટાં સમાચાર; UIDAI એ લોન્ચ કરી નવી એપ, જાણો આ એપની ખાસિયતો

WhatsApp Group Join Now

આધાર કાર્ડ સાથે જોડાયેલ એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા આધાર કાર્ડ ધારકો ફેસ ઓથેન્ટિકેશનની મદદથી પોતાની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ ફેસ ઓથેન્ટિકેશન માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે.

કંપનીએ આ ઓથેન્ટિકેશન એપને Aadhaar FaceRD નામ આપ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર સાથે સંબંધિત પ્રમાણીકરણની સમસ્યાના ઉકેલ માટે આ એપ લોન્ચ કરી છે.

UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ ફેસ ઓથેન્ટિકેશન એપનો ઉપયોગ યુઝર્સ જીવન પ્રમાણ, રાશન ડિસ્ટ્રીબ્યુશન (PDS), કોવિન વેક્સિનેશન એપ, સ્કોલરશીપ સ્કીમ, ખેડૂત કલ્યાણ યોજનાઓ જેવી ઘણી આધાર પ્રમાણીકરણ એપ માટે કરી શકે છે. આ અંગેની માહિતી આપતા UIDAIએ 12 જુલાઈએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

આ સાથે ટ્વીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ UIDAI RD એપ દ્વારા કરી શકાય છે. આ એપનો ઉપયોગ બહુવિધ આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે. આ એપ UIDAI દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી માટે બનાવવામાં આવી છે.

સૂત્રોના એક અહેવાલ મુજબ, આ પ્રમાણીકરણ એપ્લિકેશન સાથે, આધાર ધારકને હવે ભૌતિક ઓળખ માટે આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવા માટે સ્થાનિક આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાની જરૂર રહેશે નહીં. ઉપરાંત, આ આધાર વેરિફિકેશનથી આધાર ધારકની વાસ્તવિક ઓળખ ચકાસી શકાય છે.

Aadhar FaceRD એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
1) આ એપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલ પર પ્લે સ્ટોર (Play Store) એપ્લિકેશન ઓપન કરો.

2) આ પછી AadharFaceRD સર્ચ કરી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેને ખોલો.

3) આ પછી ઓન-સ્ક્રીન ફેસ ઓથેન્ટિકેશન ગાઈડ લાઈનને અનુસરો અને ‘પ્રોસીડ’ પર ટેપ કરો.

4) હવે પછી ચહેરાના વધુ સારા પ્રમાણીકરણ માટે, તમારે કેમેરાની નજીક જવું પડશે. આ એપ્લીકેશનને ઉપયોગ કરતા પહેલા કેમેરાના લેન્સને સાફ કરવો પડશે.

5) ત્યાર પછી, આ એપ દ્વારા, તમે ચહેરો કેપ્ચર કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment