સાવધાન ગુજરાત: કડાકા ભડાકા સાથે વરસાદ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હવે ઉનાળો પૂર્ણ રીતે ખતમ થવાની તૈયારીમાં છે. હાલમાં વરસાદને લઈને અનેક વાર આગાહી કરવામાં આવી રહી છે તેવામાં જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે. 10 જુનના દિવસે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ત્યાર પછી ગુજરાતમાં 4થી 5 દિવસમાં સારો વરસાદ જોવા મળી શકે છે. જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ગુજરાત એટલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં 32 ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવી શકે છે. તેમજ 14 જૂન અથવા 15 જૂને ગુજરાતમાં વરસાદનું આગમન જોવા મળી શકે છે. સમગ્ર ગુજરાતમાં નેતૃત્વથી ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અને ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ ગણાશે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહે છે જેમ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવે થોડો થોડો વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં 99% વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકિનારે વધુ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હાઇ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્રના અમુક ગામોમાં 30 થી 32 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે તેમણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે સમગ્ર ગુજરાતના અનેક ભાગોમાં છ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment