વાતાવરણમાં ભારે પલટો/ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો, આગામી ત્રણ દિવસ વરસાદ, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તારીખ 8થી 11 ઓક્ટોબર દરમિયાન પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ સાથે આજ સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી છાંટા પડ્યા છે. આથી જો માવઠું થાય તો મગફળીના પાકમાં નુકસાનની શક્યતાઓ રહેલી છે.

બીજી બાજુ આજે સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. જો વધુ વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દશેરાના મહાપર્વે ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક ભાગોમાં હજુ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં 8મી ઓક્ટોબરે ગીર-સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ સંભાવના છે. એ સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.

જ્યારે 9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડશે તેવી શક્યતા છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment