રેમલે મચાવી તબાહી; તોફાની પવન સાથે ભારે વરસાદ, વાવાઝોડાંને લીધે આ જિલ્લાઓમાં એલર્ટ

WhatsApp Group Join Now

Cyclone Remal: રેમલ વાવાઝોડાંની પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર, ચક્રવાત રેમલની અસર વધુ તીવ્ર બની છે. આ દરમિયાન તેજ ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

બંગાળમાં તબાહી મચાવી રહ્યું છે રેમલ વાવાઝોડું

Cyclone Remal: ચક્રવાત (Cyclone) રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. ભારતીય નૌકાદળ અને NDRFની ટીમો ચક્રવાત (Cyclone) રેમલને લઈને એલર્ટ મોડ પર છે.

IMD અનુસાર, આજે મધ્યરાત્રિ સુધી બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મહત્તમ 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાતી તોફાન (Cyclone) 12:00 થી 1:00 વાગ્યાની વચ્ચે બાંગ્લાદેશને પાર કરે તેવી અપેક્ષા છે, ત્યારબાદ તે નબળું પડવાની ધારણા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હવામાન (Weather) કચેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચક્રવાત (Cyclone) બાંગ્લાદેશના મોંગલા અને ખેપુપારા તટના દક્ષિણ પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના તટને પાર કરવાનું શરૂ કર્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, વાવાઝોડું બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમ તટીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને આગામી પાંચથી સાત કલાકમાં દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

ગંભીર ચક્રવાતી તોફાન (Cyclone) રેમલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે.

આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર દ્વીપ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, કોલકાતા, હાવડા અને હુગલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ (Rain)ની સંભાવનાને કારણે આ વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. નાદિયા અને મુર્શિદાબાદ જિલ્લામાં પણ 27-28 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ (Rain) પડી શકે છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment