રેમલ વાવાઝોડું: બંગાળની ખાડીમાંથી ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. હાલ આ ચક્રવાતને લઇને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઇને માહિતી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાઈ શકે છે.
બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન 110 થી 120 કિમીની ઝડપે આવી શકે છે. અહીં 135 કિમીની ઝડપ પકડી શકે છે. મૌસમ વિભાગે 26 થી 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના અમુક ભાગમાં 27 અને 28 તારીખમાં ભારે વરસાદ પડી શકે છે. તોફાન આવતાની સાથે દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછાળી શકે છે, જેનાથી તટીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
હવામાન વિભાગે માછીમારોને બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં દરિયો ન ખેડવાન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના તટીય જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. અહીં અમુક જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
રેમલ વાવાઝોડું: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તમિલનાડૂ, પુડુચેરી, કરાઈકલમાં 25-29 મેની વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરલ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યનમ, તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં 25 અને 26 મે, ઝારખંડમાં 25 થી 28 મે, બિહારમાં 26 થી 28 મે, ઉત્તરાખંડમાં 25 થી 29 મે દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ જોવા મળી રહી છે. તો વળી પશ્ચિમ હિમાલયી વિસ્તાર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી 4 થી 5 દિવસ દરમ્યાન હીટવેવ રહેવાની આગાહી છે.
ચોમાસાની વાત કરીએ તો, હવામાન વિભાગે સારા સમાચાર આપતા જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગમાં આગળ વધી ગયું છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચીમ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગ અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની શક્યતા છે. 31 મેના રોજ ચોમાસાની કેરળમાં એન્ટ્રી કરી શકે છે.
હવામાન વિભાગે માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે આજ થી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.