વાવાઝોડું રેમલ વેરશે વિનાશ! 110-135 કિમીની ઝડપે આજે ત્રાટકશે વાવાઝોડું…

WhatsApp Group Join Now

બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ પ્રેશર હવે ચક્રવાતી (Cyclone) તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 મેની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. ચક્રવાતી (Cyclone) તોફાન 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે.

રેમલ વાવાઝોડું 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. વાવાઝોડા (Cyclone)ના આગમન સમયે દરિયામાં 1.5 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે, જેના કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારો ડૂબી શકે છે.

IMD એ 26 અને 27 મે માટે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરી છે, જેમાં પવનની ઝડપ 80થી 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે અને ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. હાલમાં ઘણી જગ્યાએ ફ્લાઈટ્સ કેન્સલ પણ કરવામાં આવી છે.

વાવાઝોડું રેમલ: બાંગ્લાદેશે પર્યાપ્ત સૂકા ખાદ્ય પુરવઠા અને પાણી સાથે લગભગ 4,000 આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે. રવિવારે સાંજે સાતખીરા અને કોક્સબજારના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદ સાથે ગંભીર ચક્રવાતી (Cyclone) તોફાન ‘રેમલ’ની આગાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

માછીમારોને સોમવારે સવાર સુધી બંગાળની ખાડીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. NDRFની ટીમોને સાવચેતીના પગલા તરીકે એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જ્યાં વાવાઝોડા (Cyclone)ની અસર વધુ દેખાઈ શકે છે. હાલમાં આર્મી અને નેવીને એલર્ટ પર રાખવામાં આવી છે.

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ (દક્ષિણ અને ઉત્તર 24 પરગણા) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment