ગુજરાતમાં દે ધનાધન/ લો પ્રેશર બનતાં 16 તારીખ સુધી ગુજરાતમાં મેઘતાંડવ, અતિ ભારે વરસાદ

WhatsApp Group Join Now

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની ચૂકી છે. આ સિસ્ટમની અસરથી દેશનું ચોમાસુ ફરીથી સપ્ટેમ્બરમાં સક્રિય થશે. જેમાં ઘણા રાજ્યોમાં વરસાદ જોવા મળશે. મિત્રો આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદના સંજોગો કેવા ઉભા થશે? વરસાદની શરૂઆત કઈ તારીખથી થશે? અને સાથે સાથે વરસાદ કેટલા દિવસ સુધી ગુજરાતમાં જોવા મળી શકે? તે અંગેની માહિતી નીચે મુજબ છે.

આ અનુમાન હવામાનના મોડલ ઉપરથી અભ્યાસ કરીને મૂકવામાં આવ્યું છે. જોકે અરબસાગરમાં પણ એક સર્ક્યુલેશન એક્ટિવ છે. તેની અસરથી રાજ્યમાં મંડાણી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

ટૂંકમાં વરસાદી સિસ્ટમનો આ રાઉન્ડ 16 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. જોકે આ વરસાદથી કપાસ તેમજ કઠોળના પાકમાં નુકસાનીનો માહોલ પણ ઉભો થઈ શકે છે.

આજથી રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાત લાગુ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે અને વરસાદના વિસ્તારમાં પણ વધારો થવાની શરુઆત થશે.

ધીમે ધીમે રાજ્યમાં આગળનાં દિવસોમાં બધી બાજુ એક સારો વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવશે તેવી શકયતા પણ છે.

લો પ્રેશર સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની વધુ અસર રહેશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે જ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં 102% વરસાદ થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂત મિત્રોનું કહેવું છે કે, હજુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઓછો વરસાદ છે. ઘણી જગ્યાએ ઓછો વરસાદ છે તો અમુક જગ્યાએ વધુ પડતો વરસાદ વરસી ગયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment