રાતોરાત આગાહી બદલાઈ; વરસાદી સિસ્ટમ ફંટાઈ જતાં આગાહી બદલાઈ, હવે આ જિલ્લામાં ભારે વરસાદ - GKmarugujarat

રાતોરાત આગાહી બદલાઈ; વરસાદી સિસ્ટમ ફંટાઈ જતાં આગાહી બદલાઈ, હવે આ જિલ્લામાં ભારે વરસાદ

લો પ્રેશર સિસ્ટમ રાત્રે સિંધ પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. જેના લીધે આજથી સિસ્ટમની અસર ઓછી થવા લાગશે જોકે આજે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. પરંતુ આવતી કાલથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે અને વરાપ (તડકા) જેવો માહોલ બની જશે.

સિસ્ટમની પેટર્નને આધારે આજે વરસાદની સિંધ લાગુ કચ્છ, પશ્ચિમ કચ્છ તેમજ ઉત્તર કચ્છમાં વરસાદી માહોલ બની શકે છે. આ સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટાઓ જોવા મળી શકે છે.

જોકે મોડી સાંજે અથવા રાત્રે મહીસાગર, સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન બોર્ડર વાળા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ સારી રહી શકે છે. રાજ્યમાં બાકીના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી જોવા મળશે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ અને દાદરા નગર હવેલીના જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય હવામાન મોડેલ મુજબ, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળશે. જ્યારે મધ્ય ગૂજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે.

આ સિવાય સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

ગઈ કાલે રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ અને ખેરગામમાં પોણા 3 ઈંચ, ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ ઘણા વિસ્તારોમાં ને ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment