અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદ, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત્ આગમન કરે તેની તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 58 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં જુનાગઢમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.
13 જૂન, 2022 ની આગાહી: 13 તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં થન્ડર સ્ટ્રોમના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 જૂન, 2022 ની આગાહી: 14 જૂનની આગાહી મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તે સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 જૂન, 2022 ની આગાહી: 15 જૂનની આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 જૂન, 2022 ની આગાહી: 16 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ અને ગીર દીવમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના બતાવવામાં આવી છે. ગુજરાતમાં 15 જૂન બાદ છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.
વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.