નક્ષત્રના બદલાતા વાતાવરણમાં મોટો પલટા આવતા ભારે પવનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે.
ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય તે પહેલા અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો હાલમાં અમરેલી જીલ્લાના લાઠીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મળેલી માહિતી મુજબ, લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ અમરેલીના સાવરકુંડલામાં તો ભારેમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ગામડાઓના રસ્તાઓ વરસાદથી પાણી પાણી થઇ ગયા હતા.
તારીખ 10 અને 11 ના રોજ ભાવનગર તેમજ અમરેલીમાં વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમજ 11 જૂને સુરત,વલસાડ,નવસારીમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ સારુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે રાજ્યમાં ખૂબ સારું ચોમાસું થશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ભેજનું પ્રમાણ વધી શકે છે અને રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો: કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની મોટી આગાહી, જુન અને જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ
સંપૂર્ણ ગુજરાતમાં વાવણી ક્યારે?
લોકલ અસ્થિરતાને કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા વાવડીનો લાભ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને મળશે. આ પછી કચ્છ અને ઉત્તર ગુજરાતનો વારો આવશે. જોકે એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી થાય તેવી કોઈ મોટી સિસ્ટમ હાલમાં ગુજરાત ઉપર કે અરબી સમુદ્ર ઉપર બનેલી નથી. પરંતુ 15 જૂન થી 22 જૂન વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની પૂરી સંભાવના છે.
આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.
1 thought on “ગુજરાતના આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં તોફાની પવન સાથે પડશે ભારે વરસાદ?”