કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની મોટી આગાહી, જુન અને જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ

WhatsApp Group Join Now

ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ચોમાસુ નજીક આવી રહ્યું હોવાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, કાળાભાઈ ભુરાભાઈ દર વર્ષે ચોમાસામાં વરસાદની આગાહીઓ કરે છે અને તેમને 40 વર્ષનો મોટો અનુભવ છે. આગાહીની વાત કરવામાં આવે તો એ પહેલા એક વાતની નોંધ આપણે લઈએ કે 2012ની અંદર સરકારે દુષ્કાળ જાહેર કર્યો હતો છતાં કાળુભાઈએ એવી આગાહી કરી હતી કે કોઈપણ મિત્રો તેમના ઢોર ને છોડતા નહિ કેમ કે વરસાદ ઘણો થશે જે તેમની આગાહી સાચી પડી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામના રહેવાસી કાળાભાઈ ભૂરાભાઈ આહીરે વરસાદને લઈને આગાહી કરી છે. કાળાભાઈ ભુરાભાઈ આહિર દ્વારા વર્ષ 2022 ના ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે.

કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની આગાહી પ્રમાણે જુન મહિનાની તારીખ 15 સુધી મુશળધાર અને જોરદાર વરસાદ થશે. જુન મહિનામાં 17,18,19,20 તારીખ સુધી મુશળધાર વરસાદ પડશે.

જુલાઈ મહિનાની સાત તારીખ એટલે કે અષાઢ મહિનાના પહેલા પખવાડિયાની તારીખ 8,9,10,11,12 સુધી મુશળધાર, જોરદાર હોનારત થાય તેવો વરસાદ થશે તેવી આગાહી કરી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, ગુજરાતના આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં તોફાની પવન સાથે પડશે ભારે વરસાદ?

તારીખ 27 જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડીયામાં તારીખ 28,29,30 સુધી મુશળધાર, જોરદાર અને હોનારત થાય તેવો વરસાદ થશે. આ વર્ષે કેરળમાં ત્રણ દિવસ વહેલા ચોમાસું બેસી ગયું છે અને સાથે સાથે 15 જૂન આસપાસ રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની મોટી આગાહી, જુન અને જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ”

Leave a Comment