Forecast of rain: ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને આવતી કાલથી મુંબઈમાં જોરદાર વરસાદ સાથે મુંબઈમાં ચોમાસાંની પધરામણી થઇ જાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 12 જૂન આસપાસ ચોમાસું જાહેર થાય તેવી શક્યતા છે.
આજે પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કોઈ કોઈ જગ્યાએ થોડી શકયતા ગણી શકાય.
સૌથી વધુ શકયતા અમરેલી-બોટાદ જિલ્લા બોર્ડર આસપાસ રહેશે. આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ક્યાંક સારા રેડાની શક્યતા રહેશે. ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારો ખાસ કરીને અમરેલી જિલ્લા તરફના વિસ્તારોમાં પણ વરસાદની સારી શક્યતા છે.
Forecast of rain: ગીર સોમનાથ જિલ્લામાં પણ અમરેલી જિલ્લા તરફના વિસ્તારો અને દરિયા કાંઠાના વિસ્તારોમાં શકયતા રહેલી છે. છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ આવી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આજે ફરી વરસાદની શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં ફરી આજ રાતથી વરસાદની શક્યતા રહેશે રાત્રે ફરી દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વલસાડ અને ભરૂચ જિલ્લામાં વરસાદની સંભાવના છે.
આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો એટલે કે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર અને દાહોદ જિલ્લાના વિસ્તારોમાંથી એકલ દોકલ ક્યાંક છૂટા છવાયા વરસાદની થોડી થોડી સંભાવના છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.