ખેડુતો માટે ખુશખબર; ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયુ! ગુજરાતમાં ક્યારે પહોંચશે?

નમસ્કાર મિત્રો,

તારીખ 11/06/2022ની અપડેટ મુજબ અરબસાગરનું ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે અને આજે ચોમાસુ મુંબઈ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની વેબસાઇટ મુજબ સેટેલાઇટ પર નજર નાખીએ તો અરબસાગર હાલમાં ફૂલ એક્ટિવ મોડમાં આવી છે. હાલમાં ઉત્તરપૂર્વ અરબસાગરમાં મહારાષ્ટ્રના કાંઠે 3.1થી 5.1 કિમિ ઉંચાઈ સુધી એક અપર એર સાયકલોનીક (UAC) સર્ક્યુલેશન સક્રિય છે જે આગામી 48 કલાક સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક આવી શકે છે.

આ UAC થોડી નબળી છે પણ તેની અસરથી આગામી બે દિવસ ગુજરાતમાં અમુક સ્થળે તીવ્ર થન્ડરસ્ટૉર્મ બને તેવી સંભાવના છે. જેના કારણે ગાજવીજ સાથે જોરદાર કડાકા ભડાકા વાળો વરસાદ જોવા મળી શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે?
જોકે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. મુંબઈમાં ચોમાસુ પહોંચી  જાય ત્યાર પછી ગુજરાતમાં એકથી બે દિવસમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચે છે, ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પહોંચતું  હોય છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચવા માટેની સામાન્ય તારીખ 15 જૂન છે. પરંતુ આ વર્ષે એક થી બે દિવસ વહેલા ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ હાલમાં UAC ને કારણે જણાઈ રહી છે.

રવિવારની આગાહી: અમદાવાદ, આણંદ, નવસારી, તાપી, વડોદરા, વલસાડ, દમણ દાદરાનગર હવેલી અને ભાવનગર તથા અમરેલીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

સોમવારની આગાહી: સુરત, નવસારી, અમદાવાદ, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

મંગળવારની આગાહી: સુરત, નવસારી, અમદાવાદ, તાપી, ડાંગ,વલસાડ, દમણ, દાદરાનગર, ગીર સોમનાથ, ભાવનગર અમરેલીમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. આમ, હવામાન વિભાગે ઉપર જણાવેલા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

આવી વધારે માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *