રેશનકાર્ડ ધારકો માટે ખુશખબરી: સંપુર્ણ દેશમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ

WhatsApp Group Join Now

જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી રાશન લો છો, તો આ સમાચાર તમારા કામના છે. નવા અપડેટ હેઠળ, આસામે રાશન કાર્ડ પોર્ટેબિલિટી સેવા પણ શરૂ કરી છે. આ સાથે, કેન્દ્રનો ‘વન નેશન, વન રાશન કાર્ડ’ કાર્યક્રમ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે.

તમે કોઈપણ રાશનની દુકાનમાંથી તમારો ક્વોટા લઈ શકશો
આ અંગેની માહિતી ખાદ્ય મંત્રાલયે આપી હતી. ONORC હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ તેમની પસંદગીની કોઈપણ ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ (E-POS)થી સજ્જ રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજનો ક્વોટા મેળવી શકે છે.

તમામ રાજ્યોમાં સફળતાપૂર્વક લાગુ
આ માટે કાર્ડધારકોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સાથે વર્તમાન રેશન કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આસામ ONORC લાગુ કરનાર 36મોરાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. આ સાથે, સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષાને ‘પોર્ટેબલ’ બનાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ONORC કાર્યક્રમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે.

20 લાખથી વધુ વખત એપ ડાઉનલોડ થઈ
ONORC નો અમલ ઓગસ્ટ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો. વન નેશન, વન રાશન કાર્ડ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સરકારે ‘મેરા રાશન’ મોબાઈલ એપ્લિકેશન પણ શરૂ કરી છે. આ એપ લાભાર્થીઓને વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડી રહી છે. તે હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યાર સુધીમાં આ એપને 20 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

વર્ષ 2019થી લઈને અત્યાર સુધીમાં રાશન કાર્ડ સાથે જોડાયેલ 71 કરોડ પોર્ટેબલ ટ્રાંજેક્શન થયા છે.જેના માધ્યમથી લોકોને રાશન આપવામાં આવે છે. તેમાં 40,000 કરોડ રૂપિયાની સબ્સિડીનુનં અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. હાલના મહિનામાં લગભગ 3 કરોડ પોર્ટેબલ ટ્રાંજેક્શન થઈ રહ્યા છે. જેમાં લાભાર્થીઓને ફુડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાશનનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment