ગુજરાત થઈ જાવ તૈયાર/ આવી રહ્યો છે ભારે વરસાદનો રાઉન્ડ; હવામાન વિભાગે કરી ધોધમાર વરસાદની મોટી આગાહી

ચાર દિવસના વિરામ બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે પણ આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ખેડવા ન જવું તેવી પણ સૂચના આપી છે.

આગામી 20 અને 21 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

વાવણીનો વરસાદ કહિયે કે ભારે વરસાદનો કહિયે તે બીજો વરસાદ રાઉન્ડ આવતીકાલથી ગુજરાતમાં શરૂ થઈ જશે. 21 જૂનથી લઇને 30 જૂન સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો વરસાદ નોંધાય જશે અને વાવણી પણ થઇ જશે. વાવણી બાકી રહેલ વિસ્તારોમાં ગુજરાતના જે ખેડૂત ભાઈઓ વાવણીની રાહ જોઈ રહ્યા હતા તેમની હવે આતુરતાનો અંત આવશે કારણ કે હવે ભારે વરસાદનો રાઉન્ડ આવશે.

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હાલના અનુમાન મુજબ, 24 જુનથી વાતાવરણમાં સુધારો આવશે,વરસાદી માહોલ બનશે અને જુન ઉતરતા ઉતરતા જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં સારો વરસાદ થઈ જશે. ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાઈ શકે છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *