આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ; આવતી કાલથી વરસાદનું જોર વધશે, મુશળધાર વરસાદનો રાઉન્ડ

WhatsApp Group Join Now

આજે 19 તારીખ છે અને આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આજે મુંબઈમાં સારો વરસાદ પડશે ત્યાર પછી એ સિસ્ટમ થોડી ઉપર આવશે અને ગુજરાતમાં પણ 20-21 તારીખથી વરસાદનુ જોર વધવા લાગશે. જોકે, આજથી જ ધીમે ધીમે વરસાદના વિસ્તારો વધવા લાગશે.

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું વિધિગત આગમન થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ચુક્યો છે જેના કારણે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આજે ગુજરાતના ક્યાં ક્યાં જીલ્લામાં આગાહી?
ગુજરાત રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા રહેશે. આજે દક્ષિણ પુર્વ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.

આગામી 20 અને 21 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

હાલના અનુમાન મુજબ, 24 જુનથી વાતાવરણમાં સુધારો આવશે, વરસાદી માહોલ બનશે અને જુન ઉતરતા ઉતરતા જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં સારો વરસાદ થઈ જશે. ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાઈ શકે છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment