આનંદો: રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ, આગામી 48 કલાક આ વિસ્તારમાં ભારે વરસાદ

WhatsApp Group Join Now

Gujarat Monsoon 2024: રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.

લાંબા ગાળાનાં મોડેલો પરથી જોઇએ તો આગામી ચોમાસા પર અલ-નીનો પ્રભાવ નહીં રહે. લા-નીનો અને IODની પોઝિટીવ સ્થિતિ છે. જૂન મહિનામાં સરેરાશથી ઓછો વરસાદ પડી શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાવણી મોડી થવાની સંભાવનાં છે. જૂન અંત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ દેખાય છે.

જૂનમાં એકંદરે સામાન્યથી ઓછો વરસાદ જોવા મળે છે. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો વરસાદથી ભરપુર જોવા મળશે. અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાય અને અમુક વિસ્તારોમાં વરસાદ નવા રેકોર્ડ પણ બનાવી શકે છે. ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ પડવાની સ્થિતિ રહેવાનું અનુમાન છે.

Gujarat Monsoon 2024: ગુજરાતનાં અનેક વિસ્તારમાં 120 ટકા ઉપર વરસાદ થવાની શક્યતા રહેલી છે. પાછોતરા વધું વરસાદને કારણે ખેતી પાકોમાં વધુ નુકશાનની શક્યતા દેખાય છે. ટુંકમાં એકંદરે ચોમાસું પાંચ મહિના ચાલી શકે છે. ગુજરાતનાં દરેક વિસ્તારમાં 100 ટકા ઉપર વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન નિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતી કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરી છે.

13 જુને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment