ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે આજે રાત્રે આ જિલ્લામાં વરસાદની આગાહી…

WhatsApp Group Join Now

Gujarat Monsoon Rain Forecast: હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. જ્યારે રાજ્યમાં મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીમાં હજુ પણ અકળાવાનું ચાલુ રહેશે. સામાન્ય વધઘટ સાથે આ વિસ્તારોમાં ગરમી હજુ એક અઠવાડિયું ચાલુ રહેશે.

જૂનમાં એકંદરે સામાન્યથી ઓછો વરસાદ જોવા મળે છે. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો વરસાદથી ભરપુર જોવા મળશે. અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાય અને અમુક વિસ્તારોમાં વરસાદ નવા રેકોર્ડ પણ બનાવી શકે છે. ઓક્ટોમ્બર મહિનામાં પણ વરસાદ પડવાની સ્થિતિ રહેવાનું અનુમાન છે.

આજના પ્રિ મોન્સુનના વરસાદની વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ જગ્યાએ વરસાદ પડી શકે છે.

Gujarat Monsoon Rain Forecast: સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં વરસાદની થોડીક ઓછી સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં સાંજ આસપાસથી ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા વરસાદની સંભાવના ગણી શકાય છે.

મધ્ય પૂર્વ ગુજરાતમાં આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. તો ઉત્તર પૂર્વ ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા અને મેહસાણા જિલ્લામાં ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે.

હવામાન નિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતી કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

13 જુને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment