Gujarat Rain Alert: આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આવવાનું છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. ગઈ કાલે સૌરાષ્ટ્રના છુટા છવાયા જગ્યાએ જોરદાર વાવણી લાયક વરસાદ થયો હતો.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે જે જિલ્લામાં વરસાદનું જોર હતુ એ જિલ્લામાં જ આજે જોર રહેશે પણ ગઈકાલ કરતા આજે વિસ્તારમાં થોડો ઘટાડો થશે.
આજે દક્ષિણ ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અને ઉતરપૂર્વ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શકયતા રહેશે. કેરળથી લઈને ગુજરાતના કાંઠા સુધી ચોમાસુ તેના નિયત સમય કરતા બે દિવસ વહેલુ આગળ ચાલી રહ્યું છે.
ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમા ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ છે.
આજે પણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠા વાળા વિસ્તારમાં વરસાદની ગતિવિધી જોવા મળશે. જોકે આજે વરસાદના વિસ્તારમાં ગઈકાલ કરતા ઘણો ઘટાડો જોવા મળશે.
Gujarat Rain Alert: હવામાન વિભાગે વરસાદને નાવકાસ્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરાઈ છે. તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 7થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે.
રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.