ગુજરાતમાં એલર્ટ: વરસાદની તીવ્રતામાં ઘટાડો, આજે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Gujarat Rain Alert: રાત્રે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

જુનાગઢના માણાવદરમાં 44 કલાકનો વરસાદ 16 ઇંચ વરસાદ સાથે મેઘતાંડવ થયો છે. આ સિવાય બીજા ઘણા વિસ્તારોમાં 10 ઈંચ ઉપર વરસાદ નોંધાય ગયો છે.

જુલાઈના મહિનાના પહેલા દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં વરસાદની 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

Gujarat Rain Alert: આજે ભારેથી અતિભારે વરસાદવાળા વિસ્તારમાં ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા થોડી ઘટશે. ત્યાં તથા બાકીના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં સારો વરસાદ ચાલુ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે. કચ્છમાં રાત્રે ઘણી જગ્યાએ સારો વરસાદ પડી ગયો હવે ત્યાં પણ વરસાનના વિસ્તારોમાં ઘટાડો થશે. આ સિવાય મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો સારો વરસાદ પડશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

ઉત્તર ગુજરાતમાં ખુબ જ ઓછો વરસાદ થયો છે પરંતુ આજે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદનો મેળ આવી જશે. પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment