વરસાદ એલર્ટ: ગુજરાતમાં બારે મેઘ ખાંગા, હજી આ જિલ્લામાં થશે મેઘતાંડવ

WhatsApp Group Join Now

Meghtandav Rain Alert: ગુજરાતના ઘણા વિસ્તારમાં મેઘરાજા બેટિંગ કરતા ઘણા વિસ્તાર 2થી 9 ઈંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે. મેઘરાજા હજુ પોતાની બેટિંગ ચાલુ જ રાખશે. ઘણા વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. હજુ આગામી 48 કલાક વરસાદ માટે મહત્વના હોય એટલે સાવચેતી રાખવી.

રાજ્યના ક્યારેક ક્યારેક ધીમે ધારે તો અમુક સમયે મધ્યમ તો અમુક સમયે ભારે વરસાદ તથા અમુક સમયે અતિભારે વરસાદ પડશે.અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ રહેશે.

આ એજ સિસ્ટમ છે જે સૌરાષ્ટ્ર કાંઠે આવીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રના મધ્ય ભાગ ઉપર કેન્દ્રિત થઈ હતી. એટલે ફરી તે મધ્ય અરબી સમુદ્રમાં દક્ષિણમાંથી સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી ગઈ છે એટલે ગુજરાતમાં સારો વરસાદ શરૂ થયો છે. થોડા કલાકોમાં ઘણા ભાગોમાં વરસાદ ચાલુ જ રહેશે.

Meghtandav Rain Alert: રાત્રી દરમિયાન ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દ્વારકા ઘણા ભાગોમાં સારો વરસાદ પડ્યો છે. હજુ સિસ્ટમ એક્ટિવ છે એટલે બાકીના ભાગોમાં પણ વરસાદ આવી જશે.

સૌરાષ્ટ્ર સહીત ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ આવશે અને આજે ઘણા ભાગોમાં વરસાદ ચાલુ જ રહેશે. આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ અને દક્ષિણ કચ્છના દરિયા કાંઠે વરસાદે ભુક્કા બોલાવી દીધા છે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ દક્ષિણ કચ્છના દરિયા કાંઠે અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે એટલે કે આ વિસ્તારમાં હજુ વધુ વરસાદ આવશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઘણા વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે અને હજુ આવતા 24 કલાકમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે અને હજુ જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કાંઠે અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment