ચોમાસું ફરી આગળ વધ્યું; ગુજરાતમાં આ જિલ્લામાં અતિવૃષ્ટિની સંભાવના….

WhatsApp Group Join Now

Gunjan Jadav Rain Forecast: વર્ષ 2024 નું ચોમાસું હાલ ભારતના દક્ષિણ ભાગ અને પૂર્વોત્તર ભારતમાં વિધિવત રીતે પહોંચી ગયું છે અને ભારતીય હવામાન વિભાગ મુજબ આજે મુંબઈ સુધી પહોંચી ગયું છે. ચોમાસું આગળ વધતું હોવાને લીધે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સિમિત ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાત લાગું સૌરાષ્ટ્રના નજીકનાં વિસ્તારોમાં પ્રી મોન્સુન એક્ટીવીટી શરૂ થઈ ગઈ છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેતી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે, ખેતી લાયક વરસાદ 20 જુનથી જુલાઈના પ્રથમ અઠવાડિયાના 10 દિવસો સુધીમાં પડી જશે. પરંતુ આ પહેલા પણ ગુજરાતના અમુક લોકલ વિસ્તારોમાં વરસાદ પડી જશે.

આ બધા વચ્ચે ચોમાસાને અસરકારક પરિબળો જેવા કે અલનિનો, લા નિના, આઈઓડી, એમજેઓ વગેરે પરિબળો પણ જોવામાં આવે છે અને ઘણીવાર કુદરતી રીતે પણ પરિબળોની વિપરીત વરસાદ પડતો હોય છે. હાલના વૈજ્ઞાનિક ફોરકાસ્ટ મોડલો જોઈએ તો વરસાદ એકંદરે સારો પડશે એવું સૂચન કરે છે.

ગુજરાત રાજ્યમાં જુન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024 નું ચોમાસું એકંદરે સારું રહેશે, પરંતુ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોવાથી વરસાદની માત્રા પણ અલગ અલગ હોય શકે છે.

Gunjan Jadav Rain Forecast: રાજ્યમાં જુન મહિનામાં સામાન્યની આસપાસ અથવા થોડો ઓછો વરસાદ પડશે, જ્યારે જુલાઈ- ઓગસ્ટ મહિનામાં વરસાદ સામાન્યથી વધારે પડશે અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી થોડોક વધુ વરસાદ પડશે. આ વર્ષે પાછોતરો વરસાદ સારો રહેશે.

સૌરાષ્ટ્રના સિમિત વિસ્તાર/ઉતર ગુજરાતના સિમિત વિસ્તાર/દક્ષિણ ગુજરાતના સિમિત વિસ્તારોમાં અતિવૃષ્ટિની 90% સંભાવના છે અને બાકીના રાજ્યના એકલ દોકલ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેલી છે. આ વર્ષે રાજ્યમાં અનાવૃષ્ટિ થવાની શક્યતા ઓછી છે.

જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને ગુજરાત નજીક આવશે ત્યારે અરબી સમુદ્ર તે સિસ્ટમને મદદરૂપ થશે, જેનો ફાયદો રાજ્યને મળશે એવું હાલના વૈજ્ઞાનિક મોડલો સૂચન કરે છે. સમયાંતરે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એકટીવ રહેશે.

2024 ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં 95થી 110 ટકા (5થી 10 ટકા વધ-ઘટની સંભાવના) જેટલો વરસાદ પડશે.

  • દક્ષિણ ગુજરાત : 96 ટકાથી 106 ટકા (7 ટકા વધ-ઘટની સંભાવના)
  • મધ્ય ગુજરાત : 98 ટકાથી 108 ટકા (7 ટકા વધ-ઘટની સંભાવના)
  • સૌરાષ્ટ્ર : 98 ટકાથી 108 ટકા (7 ટકા વધ-ઘટની સંભાવના)
  • ઉતર ગુજરાત : 99 ટકાથી 109 ટકા (7 ટકા વધ-ઘટની સંભાવના)
  • કચ્છ : 97 ટકાથી 107 ટકા (7 ટકા વધ-ઘટની સંભાવના)

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

નોંધ: આ આગાહી દાહોદના હવામાન નિષ્ણાંત ગુંજન જાદવ દ્વારા કરવામાં આવી છે. આગાહી વૈજ્ઞાનિક મોડલોની સાથે સાથે કુદરતી વાતાવરણ અનુભવ કરીને આપવામાં આવેલી હોય જેથી ભારતીય હવામાન વિભાગના સુચનાઓ ધ્યાને લેવું.

WhatsApp Group Join Now

Leave a Comment