ગુજરાતમાં મેઘો મહેરબાન; વાતાવરણમાં પલટો થતાં ગુજરાતના આ જિલ્લામાં વાવણી લાયક વરસાદ?

WhatsApp Group Join Now

Rain Clouds in Gujarat: ગઈકાલે ગુજરાતમાં વાવણી લાયક વરસાદનું શુભ મુહર્ત પણ થઈ ગયુ છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટી છવાઈ શકયતા (છુટા છવાયા વિસ્તારમાં વાવણી લાયક) પડી શકે છે.

આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બપોર બાદથી મોડીરાત તરફ જતા છૂટો છવાયો સારો વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં અમુક સીમિત વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે.

ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને આજથી મુંબઈમાં જોરદાર વરસાદ સાથે મુંબઈમાં ચોમાસાંની પધરામણી થઇ જાય તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 12 જૂન આસપાસ ચોમાસું જાહેર થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.

Rain Clouds in Gujarat: હવામાન વિભાગે નર્મદા, નવસારી, ડાંગ અને તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

હિંમતનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે પવન ફૂંકાતા અનેક બેનરો અને ઝાડ થયા ધરાશાયી થયા છે. હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે.

મોડીરાત્રે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યોહતો. મોડાસા અને ભિલોડા પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.

બોટાદના બરવાળા શહેર અને પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અતિ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. જેમાં લોકોને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગ્યુ હતું. જોરદાર પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો. વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગરમીથી લોકોને રાહત થઈ છે. છેલ્લા 24 કલાકમાં વિજયનગર 02 મિમી,હિંમતનગર 13 મિમી અને પ્રાંતિજ 04 મિમી વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment