વરસાદ આગાહી: હાલ અરબી સમુદ્રમાં જોરદાર જમાવટ છે, જેના લીધે કેરળમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદી માહોલની સાથોસાથ આજે કેરળમાં ચોમાસાનું સત્તાવર આગમન પણ થઈ જશે.
કેટલાક નામી આગાહીકારોએ આપેલ આગામી ચોમાસાનાં વરસાદનો વરતારો જાણવા ઘણાં વાંચકો ઉત્સુક હોય છે. ખગોળ વિદ્યા, આભામંડળ, કસ-લિસોટા, તાપ, વાયુ, પવનની દિશા, નક્ષત્રો, ઉતાસણીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત પરિમાણોને ધ્યાને લઇ છેલ્લા ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણિકભાઇ વામજા સૌરાષ્ટ્રનાં ખેડૂતોમાં જાણીતા છે.
તેઓ આગામી ૨૦૨૪નાં ચોમાસા અંગે વાત કરતાં કહે છે કે, ચોમાસે ત્રણ તબક્કામાં વાવણી થશે, પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે. પાછોતરા વરસાદ હાથિયા- ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર થશે. ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા, ગાજવીજ સાથે વીજળી પડવાનાં બનાવો છે.
ચોમાસા દરમિયાન 50થી 65 ઇંચ વરસાદ છે. શિયાળું પાક મબલક પાકશે. જુલાઇ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ડેમ ઓવરફ્લો થઇ જશે. જુલાઇ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા છે.
ઓંણસાલનાં ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઇ જશે. 16 આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારૂ છે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીનાં સંકેતો છે.
વરસાદ આગાહી: છેલ્લા એક દાયકાથી આકાશી કસ, હોળીની જાળ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઇ છે.
રજનીકાંત લાલાણીએ આગાહી કરતા જણાવ્યું કે, 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ ૫ડવાની સંભાવના છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરુ ફુકાશે.
11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે. આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઇ જશે.
24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરી છે. 18 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે. 29 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.