આગામી 24 કલાક ભારે; આ જિલ્લામાં એલર્ટ, 45-55 કિમીની ઝડપે ફુંકાશે તોફાની પવન - GKmarugujarat

આગામી 24 કલાક ભારે; આ જિલ્લામાં એલર્ટ, 45-55 કિમીની ઝડપે ફુંકાશે તોફાની પવન

ગુજરાતમાં હજુ આજે પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ 24 કલાક દરમિયાન લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 કલાક વરસાદનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment