અંબાલાલ પટેલની આગાહી; આજથી 5 ઓગષ્ટ સુધીની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

WhatsApp Group Join Now

રાજ્યમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે કહેર વર્તાવ્યો છે. પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ 28 જુલાઈનાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં વરસાદની આગાહી કરી હતી કે, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે. તેમજ હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજોગો બને છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ 400 મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ એટલે કે આજે ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બનશે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.

રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદનાં કારણે નર્મદા અને તાપીનાં જળસ્તરમાં વધારો થશે.  બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. તેમજ અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.

આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી અને ડાંગમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પુરો થઈ ગયો હોવા છતાં રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના વડિયામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત જેતપુર, આહવા અને ઉમરગામમાં 3 ઈંચ જેટલો વરસાદ, તાપીના સોનગઢમાં 2.5 ઈંચ, કડી અને ભાવનગરના મહુવામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગુજરાતના 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

WhatsApp Group Join Now

Leave a Comment