ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 2-3 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ ફરીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.
રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 21 અને 22 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Whether મોડેલ શું કહે છે?
વેધર મોડલ મુજબ, ગુજરાતમાં 22 તારીખ સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડતા રહેશે. 22 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. 22થી 30 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવા અહેવાલો જણાય રહ્યા છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.