આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી? ક્યાં ક્યાં જિલ્લામાં? મોટી આગાહી…..

WhatsApp Group Join Now

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે જૂનાગઢમાં માણવદરમાં વરસાદ વરસ્યો છે. અહીં 2.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે રાણાવાવમાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ કારણોસર વીજળીના થાંભલાઓ અને ઝાડ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર ભારે ગાજવીજ સાથે પણ વરસાદ વરસ્યો હતો.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment