અશોકભાઈ પટેલે કરી મોટી આગાહી; ભારે વરસાદની મોટી આગાહી, ક્યારે? ક્યાં ક્યાં વિસ્તારમાં?

WhatsApp Group Join Now

ચોમાસાની ઉતરીય પાંખ પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં એક સપ્તાહથી સ્થગીત છે છતાં કાલથી વાતાવરણમાં થોડો સુધારો છે અને 30 જૂન સુધીમાં અડધા સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે .

અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન 22 જૂન સુધીમાં જેટલો સરેરાશ વરસાદ થાય છે તેના કરતાં ચાલુ વર્ષે અડધો વરસાદ પણ થયો નથી.  22મી જુનની સ્થિતિએ સૌરાષ્ટ્રમાં વરસાદની 53% ની ખાધ છે. ગુજરાત રીજીયનમાં 52% તથા કચ્છમાં 81% ની ખાધ છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં એટલે કે, 30 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થશે તેમજ કચ્છ અને બાકીના ભાગોમાં છુટાછવાયા ઝાપટા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2થી 6 ઈંચ વરસાદ થશે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 103 તાલુકામાં વરસાદ થયો તેમાંથી 54 તાલુકામાં 10 મીમી કરતાં વધુ વરસાદ પડ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે, ચોમાસાની ઉત્તરીય પાંખ 16મી જૂનથી પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં સ્થગીત છે અને આગળ ધપતી નથી.

અશોકભાઈ પટેલે આગોતરું એંધાણ આપતા જણાવ્યું છે કે, 1થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે. ટુંક સમયમાં અષાઢ મહિનો શરૂ થવાનો છે. અષાઢ મહિનાની શરૂઆતમાં જ વરસાદ પોતાનો અસલી મિજાજ દેખાડે તેવી શક્યતાઓ છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment