18 અને 19 તારીખે પવન સાથે ભારે વરસાદની આગાહી; ક્યાં ક્યાં વિસ્તારમાં?

WhatsApp Group Join Now

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. બીજી બાજુ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

18 અને 19 જૂન સુધીની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતી કાલે એટલે કે શનિવારે જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય શનિવાર અને રવિવાર દરમિયાન અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહી છે. જેમા વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ક્યાંક કોઇ જગ્યાએ ભારે વરસાદ થશે. જોકે, ત્રણ દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ખાબકશે
અરબ સમુદ્રમાં વરસાદી સિસ્ટમની અસરથી રાજયમાં છુટો છવાયો વરસાદ રહેશે. ગુજરાતમાં વિધિવિત ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં અમુક વિસ્તારોમાં સામાન્ય તથા અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ પડ્યો
છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ, કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ અને તારાપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment