જુનાગઢ વર્ષા વિજ્ઞાન આગાહી; ચોમાસામાં 48 દિવસ વરસાદ, વાવણી બે તબક્કામાં, ક્યારે?

WhatsApp Group Join Now

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભ્ય અને ઉપલેટામાં રહેતા રજનીકાંતભાઇ આર. લાડાણીએ વર્ષ ૨૦૨૩ના વરસાદનો વરતારો આપ્યો છે. તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં કુલ 48 દિવસ વરસાદ પડશે. આ સાથે એમ પણ જણાવ્યું છે કે વર્ષ 10 આની એટલે મધ્યમ રહેશે. રજનીકાંતભાઇ હોળીની જાળ અને ચૈત્રિ દનૈયાઓના આધારે આગાહી કરે છે.

વાવણી લાયક વરસાદ ક્યારે?
વરસાદના વરતારા આપતાં તેમને જણાવ્યું હતું કે, 3થી 7 જૂન દરમિયાન વાદળો બંધાવાની શરૂઆત થશે જેમાં પવનનું જોર ખૂબ જ રહેશે. તેમજ 15થી 18 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે. જ્યારે આદ્રા અને પુર્નવસુ નક્ષત્રમાં 4થી 9 જુલાઇ દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ પડશે.

વિક્રમ સવંત 2069 અને ઈ.સ 2023ના વર્ષાઋતુ ચક્ર ઉપર નજર કરીએ તો…. 
1) જેઠ સુદ ચૌદસથી ચાર સુધી રોહિણી નક્ષત્રમાં તારીખ 3થી 7 જુનના રોજ વાદળા બંધાવવાની શરૂઆત થશે અને પવન પણ ખૂબ રહેશે.

2) ત્યારબાદ જેઠવદ બારસથી અમાસ સુધી મૃગશીર્ષ નક્ષત્રમાં એટલે કે તારીખ 15થી 18 જૂન દરમિયાન અમુક વિસ્તારમાં પ્રથમ વાવણી લાયક વરસાદ થશે.

3) ત્યારબાદ આદ્રા અને પુનઃવર્ષૂ નક્ષત્રમાં અષાઢ વદ એકમથી સાતમ સુધી જુલાઈ મહિનામાં 4થી 9 તારીખ દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ પડશે જે સારો વરસાદ હશે, જેમાં પોરબંદર બાજુ વધારે વરસાદ થશે.

4) અષાઢ વદ બારસથી અમાસ તથા અધિક શ્રાવણ સુદ સુધી પુનઃવર્ષુ નક્ષત્રમાં એટલે કે જુલાઈ 14થી 20 અને 21થી 25 તારીખ દરમિયાન સારો સર્વત્ર વરસાદ થશે તથા સમગ્ર ગુજરાતમાં 21થી 25 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

5) અધિક શ્રાવણ વદ પાસમથી અગિયારસ સુધી એટલે કે આશ્લેષા  નક્ષત્રમાં અને ઓગસ્ટ મહિનામાં 6 થી11 તારીખ દરમિયાન ખૂબ સારો વરસાદ થશે.

6) આગળ તેમણે જણાવ્યું કે શ્રાવણ સુદ આઠમથી મધા નક્ષત્રમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં તારીખ 24થી 28 દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે.

7) શ્રાવણ વદ નોથી તેરસ સુધી એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં અને સપ્ટેમ્બર મહિનામાં 8થી 12 સુધી ગાંજવીજ સાથે વરસાદ થશે, વીજળી પડવાથી અકસ્માત પણ થાય તેવી આગાહી કરી છે.

8) ભાદરવા સુદ બીજથી ચોથ એટલે કે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં અને સપ્ટેમ્બર મહિનામાં 17થી 19 તારીખ દરમિયાન જામનગર જિલ્લામાં સારો વરસાદ થશે, વાવાઝોડું પણ થાય અને તોફાની પવન પણ આવી શકે છે.

9) ભાદરવા સુદ સાતમથી નોમ વચ્ચે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં સપ્ટેમ્બર મહિનામાં 22થી 24 તારીખ વચ્ચે જામનગર બાજુ પવન સાથે સારો વરસાદ થઈ શકે છે.

10) ભાદરવા સુદ તેરશ એટલે કે હસ્ત એટલે કે હાથી નક્ષત્રમાં તારીખ 27 ના રોજ અમુક જગ્યાએ પોરબંદર જિલ્લામાં સારો વરસાદ થાય તેવી આગાહી છે.

11) ભાદરવા વદ પાસમથી છઠમાં હાથી નક્ષત્રમાં તારીખ 3થી 10 ઓક્ટોબર વચ્ચે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને 11/10/ 2023થી ચોમાસુ વિદાય થાય તેવી આગાહી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment