અંબાલાલ પટેલ અને વૈજ્ઞાનિક મોડલ મુજબ જુનમાં વાવાઝોડું; અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ, ગુજરાતમાં ચોમાસું ક્યારે?

WhatsApp Group Join Now

ગુજરાતમાં આ વર્ષે શરૂઆતનું ચોમાસું સારું રહી શકે છે. જૂન અને જુલાઈમાં વરસાદ સારો રહેશે. તેમજ ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો રહી શકે છે અને પાછોતરો વરસાદ સારો રહેશે. ચોમાસુ વચ્ચેના ગાળામાં મધ્યમ રહી શકે છે પરંતુ એકંદરે ચોમાસું સારું રહેશે ગુજરાતમાં ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં 4, 5 અને 6 જૂને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

15 જૂન પહેલા ગુજરાતના દરિયામાં તોફાન આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જૂનની મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે અને ચક્રવાત પણ બની શકે છે. ગુજરાત નજીકનો અરબી સમુદ્ર આઠ-નવ જૂનની આસપાસ તોફાની બની શકે છે.

આ સાથો સાથ વૈજ્ઞાનિક મોડલો મુજબ ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં અરબી સમુદ્ર ભારે એક્ટિવ મૂડમાં જણાય રહ્યો છે, જેને કારણે ચોમાસું સમયસર પહોંચી જાય તેવા સંજોગો જોવા મળ્યા છે.

વૈજ્ઞાનિક મોડલ મુજબ અરબી સમુદ્રમાં 4 જૂન પછી એક સિસ્ટમ બની રહી હોય તેવું જણાય છે. આ સિસ્ટમ 5 જુનથી લઈને 8 જૂન સુધીમાં બનશે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડિપ ડિપ્રેશન અને મીની વાવાઝોડા સુધી જાય તેવી સંભાવના છે. એટલે કે 4 જૂન પછી અરબી સમુદ્રમાં નાનું વાવાઝોડું સક્રિય થઈ શકે છે. હાલમાં તેની 60% થી વધારે શક્યતા ગણવી.

અરબી સમુદ્રમાં 4થી 8 જૂન વચ્ચે લો પ્રેશર બનવાની શક્યતા જાણવા મળી છે. લો પ્રેશર આગળ જતા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી અથવા વાવાઝોડા સુધી જઈ શકે છે. જોકે લો-પ્રેશર નહીં બને તો ભારે સિસ્ટમને કારણે પણ અરબી સમુદ્ર મજબૂત બનશે અને ગુજરાતના ઘણા રિલીઝોનમાં સારો વરસાદ આપશે.

જો અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને સાયકલોનિક સિસ્ટમ પણ બનશે તો ગુજરાતમાં સમય કરતા વહેલા ચોમાસુ પહોંચી જશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને પહોંચતું હોય છે પરંતુ આ સિસ્ટમને કારણે 10 જૂન પછી સારો વરસાદ આવવા લાગે તેવી સંભાવના છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment