મિત્રો, 2022 ગુજરાતનું આ ચોમાસુ હવે વિદાય તરફ છે ત્યારે સૌથી પહેલા વાત કરીએ આ સીઝનની અને છેલ્લે જે નવી સિસ્ટમ બનવાની છે તેની વાત કરશું. આ સીઝનમાં ઘણો સારો વરસાદ જોવા મળ્યો છે. કોઈ અતિવૃષ્ટિ નહિ ને ક્યાંય વધારે પડતો ઓછો પણ નહિ. આ વર્ષે માપસર અને સારો વરસાદ આવ્યો છે.
મોટા ભાગના ડેમ છલકાઇ ગયા છે તેમજ પાક અને પાણીનું સારું ચિત્ર કહી શકાય એવો વરસાદ આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદનાં મોડેલ મોટેભાગે ફેલ થયા છે દર છ કલાકે બદલતા રહ્યા છે.
નવી સિસ્ટમની વાત કરીએ તો આખા ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતા ઓછી રહેશે. અમુક વિસ્તારોમાં થોડી અસર કરી શકે છે. સિસ્ટમને ગુજરાત તરફ આવવાની શક્યતા છે પણ તેના માટે એક ચોક્કસ ગાળામાં બનીને જમીન પર આવે તો જ મેળ પડશે.
હવે આવતી જે સિસ્ટમ હશે જેનો ગાળો એટલો ટૂંકો રહેશે કે ગુજરાતની ફ્લાઇટ ચૂકી જશે અને ઉત્તર મધ્ય ભારત તરફ જાય તેવી શકયતા રહેશે. તેમ છતાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં 23થી 26 સપ્ટેમ્બરમાં થોડી અસર રહે તેવી શક્યતા છે. અમુક વિસ્તારોમાં સારો વરસાદ આવી શકે છે.
એ સિવાય બાકી બધે હજુ 26/27 આસપાસ સુધી છૂટા છવાયા ઝાપટા રેડાં ચાલુ રહેશે અને 26/27 પછી સંપૂર્ણ વિદાય કહી શકાય તેવું વાતાવરણ રહેશે. જોકે વિદાય પછી પણ પવનો આમતેમ થયા કરે તો ક્યાંક ક્યાંક આવું છૂટું છવાયું ઝાપટું આવી શકે છે.
નવરાત્રીમાં ખાસ કોઈ શકયતા અત્યારે લાગતી નથી. છૂટું છવાયું આવ્યા કરે નાના વિસ્તારોમાં પણ કોઈ મોટો રાઉન્ડ હમણાં આવે તેવું લાગતું નથી.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.