જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. દર મહિનાની પહેલી તારીખે ઘણી વસ્તુઓ બદલાતી રહે છે. પરંતુ 1 જુલાઈ આ મામલે ખાસ રહી છે કારણ કે આ વખતે 1-2 નહીં પરંતુ 12 નિયમોમાં મોટાં ફેરફારો થયા છે.
(1) પાન આધારને લિંક કરવાની છેલ્લી તારીખ
PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. પરંતુ આ તારીખ સુધીમાં લિંક કરવા પર તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 30 જૂન સુધી આ દંડની રકમ રૂપિયા 500 હતી, એટલે કે આ દંડમાં 500 રૂપીયાનો વધારો થયો છે.
(2) ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે ભાવ વધી રહ્યા છે. ગેસના ભાવ વધી શકે છે અને રાહત પણ મળી શકે છે.
(3) ડ્રાઈવિંગ લાઈસન્સ
કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના સુધારેલા નિયમ મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારની ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ કરવામાં આવ્યા છે.
(4) EMI થઈ મોંઘી
RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ તમામ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ હોમ લોન મોંઘી કરી દીધી છે અને જેમની હોમ લોન રીસેટ તારીખ 1લી જુલાઈ છે તેઓએ હવેથી વધુ EMI ચૂકવવી પડશે. RBIએ રેપો રેટમાં વધારો 0.50 ટકાનો વધારો કર્યો છે.
(5) લેબર કોડના નવા નિયમો લાગુ
જો બધુ યોગ્ય રહ્યું તો, 1 તારીખથી સમગ્ર દેશમાં લેબર કોડના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમના કારણે, નોકરી કરતા વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ઓન હેન્ડ સેલેરીમાં ઘટાડા સાથે PFનું કોન્ટ્રીબ્યુશન વધી જશે. આ સિવાય કામકાજના કલાકો 12 અને વીકઓફ વધીને ત્રણ થઈ જશે.
(6) ઓનલાઈન શોપિંગમાં ફેરફાર
1 જુલાઈથી ઓનલાઈન શોપિંગ કંપનીઓ, વેપારીઓ અને પેમેન્ટ ગેટવે તેમના પ્લેટફોર્મ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશે નહીં. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RBI 1 જુલાઈથી કાર્ડ ટોકનાઈઝેશન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં કાર્ડની વિગતોને ટોકનમાં બદલી દેવામાં આવશે.
(7) ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC
જો તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું નથી, તો તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય હતો. ડીમેટ, ટ્રેડિંગ એકાઉન્ટ ધારકને આ KYC સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે.
(8) બિઝનેસમાં મળતા ગિફ્ટ પર લાગશે TDS
1 જુલાઈ, 2022 થી બિઝનેસ તરફથી મળેલી ભેટો પર 10% TDSની જોગવાઈ છે. ટેક્સની આ જોગવાઈ સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. જો કંપની દ્વારા આપવામાં આવેલ ઉત્પાદન પરત કરવામાં આવશે તો TDS લાગુ થશે નહીં.
(9) ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર લાગશે TDS
જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તો આ તમારા માટે છે. 30 ટકા ટેક્સ પછી ક્રિપ્ટો રોકાણકારોને વધુ એક મોટો આંચકો લાગશે. ટેક્સ ઉપરાંત ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓએ પણ 1 ટકા TDS ચૂકવવો પડશે.
(10) હીરો મોટોકોર્પની કિંમતમાં વધારો
1 જુલાઈથી દેશની અગ્રણી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે તેની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. Hero MotoCorpની જાહેરાત બાદ અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરે તેવી શક્યતા છે.
(11) કોમર્શિયલ વાહનો મોંઘા
ટાટા મોટર્સે પણ કોમર્શિયલ વાહનો મોંઘા કર્યા છે. ટાટાએ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 1.5થી 2.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. વિવિધ મોડલ અને વેરિઅન્ટના આધારે વધેલી કિંમતો 1 જુલાઈ, 2022 લાગુ થઈ ગઈ છે.
(12) સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન
દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધને લઈને સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ માટે સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) સાથે મળીને કડક કાયદો બનાવ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.