એલર્ટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીના કારણે NDRF ની પાંચ ટીમ તૈનાત, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સકર્યુલેશનેન પગલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે, તથા સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે.

અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેમાં રાજકોટમાં NDRFની 3 ટીમ મોકલાશે. બનાસકાંઠા અને સુરતમાં 1-1 ટીમ મોકલાશે. તથા નવસારી અને આણંદમાં હાલમાં 1-1 ટીમ હાજર છે.

રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.

જૂનાગઢના માણાવદરમાં 4 કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. શનિવારે રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી 4.02 ઈંચ સાથે મોસમનો 12 ટકા વરસાદ નોંધાયો. માણાવદર ઉપરાંત તાપીના ડોલવણમાં 3.85, મહીસાગરના વીરપુરમાં 3.66, નવસારીના ખેરગામમાં 3.58 અને દ્વારકાના ખંભાળિયામાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય નવસારીના વાંસદા, જૂનાગઢ શહેરમાં પણ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. શનિવારે જૂનાગઢના માળિયા-માંગરોળ, જામજોધપુર, ગણદેવી, જલાલપોર, નવસારી,ચીખલી, વાપી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment