આજે બારે મેઘ ખાંગા / આ વિસ્તારોમાં એલર્ટ, ભારે થી અતિભારે વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, બંગાળની સિસ્ટમ હજુ ઘણી દૂર છે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં વરસાદની સારી શરૂઆત થઈ ગઈ છે અને હવે સિસ્ટમ જેમ નજીક આવશે તેમ રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે.

ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 105 તાલુકાઓમાં વરસાદ થયો છે.

28થી 30 જૂન દરમિયાન રાજ્યના બધા વિસ્તારોમાં સારો અને ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. 28/29 જૂનમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

તો 28/29/30 જૂનમાં મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છમાં પણ 30 જૂન સુધીમાં સારા વરસાદની શક્યતા છે.

તો બીજી બાજુ હવામાન વિભાગે આજે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર- કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment