અષાઢમાં મેઘો અનરાધાર/ આ વિસ્તારોમાં એલર્ટ, ભારે થી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, રાજ્યમાં અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બધી બાજુ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ તો સુરતના કામરેજમાં 5.96 વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારી, ખેરગામ, સુરતના પલસાણા, ધરમપુર, વાપી અને ઉમરગામમાં પાંચ ઇંચથી વધારે વરસાદ થયો છે. તેમજ તાપીના વ્યારા, કોડીનાર, કુતિયાણા, માંડવી, વિસાવદર, કેશોદ અને વાલોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ચીખલી, સોનગઠ, વાડીઆ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment