અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 3 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી - GKmarugujarat

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 3 જુલાઈ સુધીની ધોધમાર વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો, આજે સમગ્ર ગુજરાતભરમાં ચોમાસુ બેસી ગયું છે. જયારે પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણાના થોડા ભાગો સિવાય દેશભરમાં ચોમાસુ બેસી ગયું છે. 27 જુનથી 3 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે. ઘણા વિસ્તારોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડની શક્યતા છે. વધુ વરસાદવાળા સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી જાય તેવી સંભાવના વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીવાળુ લો પ્રેસર નોર્થ છતિસગઢના આસપાસના વિસ્તારમાં છે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ તરફ આવતા ત્રણ દિવસ ચાલશે. એક ઈસ્ટ વેસ્ટ ટ્રફ જે પોણો કિ.મી.થી દોઢ કિમીની ઊંચાઈ સુધી છે. તે નોર્થ વેસ્ટ રાજસ્થાનથી નોર્થ ઇસ્ટ બંગાળની ખાડી તરફ લંબાય છે.

ગુજરાત રાજ્ય લાગુ અરબી સમુદ્રમાં 3.1 કિ.મી. ના લેવલે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. આગાહી સમયમાં અરબી સુમદ્રવાળુ અપરએર સાયકલોનીક સરકયુલેશન તેમજ લોપ્રેશર અંગેનું યુ.એ.સી. આ બન્ને વચ્ચે એક ટ્રફ થશે, જે અરબી સમુદ્રથી મધ્યપ્રદેશના આજુબાજુના વિસ્તારો ઉપર ગુજરાત રાજય ઉપરથી પસાર ચશે. કયારેક ઈસ્ટ વેસ્ટ સિયરઝોન તો ક્યારેક બહોળા સરક્યુલેશનનું રૂપ લેશે.

સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં 27 જૂન સુધીમાં નોર્મલથી 166 ટકા વધુ વરસાદ થયો છે અને કચ્છમાં 336 ટકાનો વધારો થયો છે. જયારે ગુજરાત રીજનમાં નોર્મલથી 10 ટકા ઓછો વરસાદ થયો છે. જેમાં નોર્થ ગુજરાતમાં વધુ વરસાદ થયો છે. તેમ છતાં મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની અતિ ઘટ છે.

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર- કચ્છ ગુજરાતમાં સારા વરસાદના રાઉન્ડની શકયતા છે. આગાહી સમયમાં વધુ વરસાદવાળા સેન્ટરોમાં 200 મી.મી.થી વધુ વરસાદ પડી શકે છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment