ગુજરાતમાં મેઘમહેર/ હવામાન વિભાગની આગાહી, આગામી 4 દિવસ આ જિલ્લામાં થશે ભારે વરસાદ

ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તારિખ 30 જૂનથી 02 જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમના અને દીવમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

30 જૂનની આગાહી
30 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનના રોજ રાજ્યમાં દ્વારકા, પોરબંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 જુલાઈની આગાહી
જ્યારે 1 જુલાઈના રોજ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

2 જુલાઈની આગાહી
જ્યારે 2 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *