ફરી આગાહી બદલાઈ; હવે આ જિલ્લામાં રેડ/ઓરેંજ એલર્ટ, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનીઅ આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, હાલ પશ્ચિમ કચ્છમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આવતા 24 કલાકમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

ગઈકાલે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે. તેમજ બાકી રહેલા દક્ષિણ ગુજરાતમાં પણ ગઈ કાલ સાંજથી વરસાદનું પ્રમાણ વધ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

હવે આવતા 24 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ , રાજકોટ, અમરેલી, ભાવનગર, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર પશ્ચિમ ગુજરાત એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ,અમદાવાદ, આણંદ, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. આ સિવાય પણ રાજ્યના બાકીનાં વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા અને કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે એટલે કે 8 જુલાઈએ ભારે થી અતિભારે વરસાદ આગાહીના પગલે રાજ્યના ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય રાજ્યના દેવભુમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દમણ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

તેમજ ભારે વરસાદની આગાહીના કારણે રાજ્યના આણંદ, ભાવનગર, જામનગર, ડાંગ, તાપી, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આવતી કાલ 9 જુલાઈની આગાહી મુજબ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થવાનો હોવાથી આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન ખાતાની સાથોસાથ જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે અગાહી કરી છે તે આગાહી મુજબ, 12 જુલાઇ સુધીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં 15 ઇંચથી વધુ વરસાદ પડે તેવી ભયંકર આગાહી કરી છે, તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ 8 ઈંચ વરસાદ પડી શકે છે.

તો રાજ્યના બીજા વિસ્તારોમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડશે જેમાં આણંદ, વડોદરા, પાટણ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે. આમ, અંબાલાલની આ ભારે વરસાદની આગાહીના લીધે રાજ્યના કેટલાક ભાગમાં નદી નાળા છલકાય શકે છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment