ગુજરાતમાં મેઘતાંડવ: આજે ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Meghtandav in Gujarat: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ગઈ કાલથી એટલે કે રવિવારે જામ્યું હતુ. દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદનો માહોલ બનાવી દીધો હતો. ત્યારે હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાલ મચાવશે તેવી આગાહી કરવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતાં મોડી રાત્રીના 2 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં 4 કલાકમાં માણાવદરમાં 8 ઈંચ વરસાદ, ગીરનારમાં 7 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ, મેદરણામાં 5 ઈંચ તો જુનાગઢ શહેર, ભેસાણ અને વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારથી જ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે કચ્છ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Meghtandav in Gujarat: આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા છે.

ઉપલેટાનાં લાઠમાં 8 ઇંચ વરસાદ વરસતાં રસ્તા અને ખેતરો પાણીમાં ફેરવાયા છે અને હજી પણ ત્યાં અવિરત વરસાદ ચાલુ છે. રાજ્યમાં ગઈ કાલથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે.

હવામાન વિભાગની ગઈ કાલની આગાહી પ્રમાણે આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ અપાયું છે.

દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટમાં ભરૂચ, સુરત, નવસારી, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે વલસાડમાં ઓરેન્જ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment