આજે રાત્રે આ જિલ્લામાં થશે મેઘતાંડવ; આ વિસ્તારો થશે પાણીથી તરબોળ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે એટલે કે 16 તારીખથી પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાતમાં હવે અતિભારે વરસાદ ચાલુ થવા જઈ રહ્યો છે. આજે સવારથી જ છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને દાહોદ જિલ્લામાં સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંને વધશે અને હવે ગમે ત્યારે અતિભારે વરસાદ ચાલુ થશે.

અગાઉ આપેલી તારીખો મુજબ જ 16/17 માં છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, આણંદ, ખેડા, અમદાવાદ, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દેશે અને જળબંબાકાર થઈ જશે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ સારા અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 23 સપ્ટેમ્બર સુધીની ધોધમાર વરસાદની આગાહી

સિસ્ટમ છેલ્લા બે દિવસથી ખુબજ ધીમી ગતિએ ચાલી અને તેના કારણે પશ્ચિમ દિશામાં બહુ આવી નહિ અને ઉત્તર તરફ વધુ આગળ વધી ગઈ જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થોડો મોડો પડ્યો છે પણ હજુ સારા વરસાદની શક્યતા છે.

ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં સારા વરસાદની શકયતા રહે અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ આવી શકે છે.

આ સાથે જ જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાંગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ સારા વરસાદની હજુ શકયતા છે આગળ વધીને સિસ્ટમ ફરી પશ્ચિમ બાજુ ટર્ન લેશે અને એવું થશે તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.

હાલ અત્યાર સુધી સરદાર સરોવર ડેમમાં 11.5 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ડેમનાં 23 દરવાજા 9.5 ફૂટ ખોલીને અત્યારે ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાં પણ અંદાજે 3 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ઉકાઇ ડેમનાં પાટિયા પણ એક બે દિવસમાં ખોલવામાં આવી શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment