અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 23 સપ્ટેમ્બર સુધીની ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આજે એટલે કે 16 તારીખથી પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાતમાં હવે અતિભારે વરસાદ ચાલુ થવા જઈ રહ્યો છે. આજે સવારથી જ છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને દાહોદ જિલ્લામાં સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંને વધશે અને હવે ગમે ત્યારે અતિભારે વરસાદ ચાલુ થશે. આજથી ગુજરાતમાં તો સૌરાષ્ટ કચ્છ તા. 16/18 મી સપ્ટેમ્બરથી વરસાદની નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેસર હતું. જે આજે પૂર્વ ગુજરાતની આસપાસના વિસ્તારમાં છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન 7.6 કિ.મી.ના લેવલની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ આ સરકયુલેશન ઝુકે છે.

મોનસૂન ટ્રફ હાલમાં બીકાનેર, કોટા, સતના અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશાર ત્યાંથી ડીઘા અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. હાલમાં દોઢ કિ.મી.ના લેવલમાં એક ટ્રફ ઉત્તર પૂર્વ રાજસ્થાનથી વેલમાર્ક લો પ્રેશર સુધી સક્રીય છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 16થી 23 સષ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના નવા રાઉન્ડની શકયતા છે. ઘણા વિસ્તરોમાં એકથી વધુ રાઉન્ડની શકયતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી સમયમાં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ 35 મી.મી. થી 75 મી.મી. સુધીની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ 75 મી.મી.થી 125 મી.મી.ને પણ વટી જવાની શકયતા રહેશે અને અમુક દિવસ પવનનું જોર રહેશે.

ગુજરાત રિજિયન નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અન દક્ષિણ ગુજરાતમાં આગાહી સમયમાં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તારમાં તો ક્ચારેક વધુ વિસ્તારમાં વરસાદની શકયતા રહેશે. જેમાં કુલ વરસાદ 50 મી.મી.થી 100 મી.મી. સુધી તેમજ અતિ ભારે વરસાદના સેન્ટરોમાં આગાહી સમયમાં કુલ વરસાદ 100 મી.મી. થી 200 મી.મી.ને પણ વટી જવાની શકયતા છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સીઝનનો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છમાં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાતમાં સીઝનનો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાતમાં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાતમાં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યોમાં વરસાદની ઘટ છે તે આ પ્રમાણે છે કેરળ, ઝારખંડ, બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ અને મણિપુર છે. દેશ લેવલમાં 10% વરસાદની ઘટ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

1 thought on “અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 23 સપ્ટેમ્બર સુધીની ધોધમાર વરસાદની આગાહી”

Leave a Comment