હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવીએ કે આગામી 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ધોધમાર વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરશે તેવી હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતાં વરસાદની સંભાવનાઓ દેખાઇ રહી છે અને આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે માછીમારો ને હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણકે ભારેથી અતિ ભારે પવન ફૂંકાય શકે છે અને મોટા મોટા મોજા પણ મળી શકે છે.
હાલમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવનારી 22 તારીખની આસપાસ ગુજરાત રાજ્યમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર આવેલા વલસાડ નવસારી સુરત બાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અમરેલી ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.