ગઈ કાલે આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છનાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે.
રાત્રે કચ્છ અને બનાસકાંઠા બોર્ડર પર ભારે વરસાદ ચાલુ હતો અને હજુ આજ બપોર સુધીમાં કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાત એટલે કે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની શક્યતા રહેશે.
આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ સારા વરસાદની થોડી શક્યતા છે. બાકી બધે છૂટા છવાયા રેડાં-ઝાપટાં પડવાની શક્યતા છે.
હાલ જે સિસ્ટમ સક્રિય છે તે સીસ્ટમ આનુસંગિક યુએસીના ટ્રફને લીધે 23/24 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રીજીયન અને કચ્છના ઉતરી ભાગોમાં 1થી 3 ઈંચ જ્યારે અમુક જગ્યાએ 5 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને લીધે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ આગાહીના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.