ચોમાસું ફરી આગળ વધશે; વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? બાકી વિસ્તારોમાં વાવણી ક્યારે?

નમસ્કાર મિત્રો, બીપરજોય વાવાઝોડાને લીધે આપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં તો મધ્ય ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડી ગયો છે. પરંતુ દક્ષિણ ગુજરાત હજુ વરસાદથી વંચિત છે. હવે વાવાઝોડાની અસર ગુજરાત પરથી ઓસરી ગઈ છે તો સવાલ એ છે કે સતાવર ચોમાસુ ક્યાં છે અને તે ગુજરાતમાં ક્યારે આવશે?

સતાવર ચોમાસુ મહારાષ્ટ્રના કાંઠે આવીને લગભગ અઠવાડિયાથી ત્યાં જ સ્થગિત થઈ ગયુ છે જેનુ કારણ વાવાઝોડુ હતુ પરંતુ હવે બે ત્રણ દિવસમાં ચોમાસાની ટ્રેન ફરી ચાલતી થશે.

અગાઉ જણાવ્યા પ્રમાણે 23/24 જૂનથી નવો રાઉન્ડ શરૂ થશે તેમાં દિવસો જતા વરસાદના વિસ્તાર વધશે. શરૂઆતના દિવસોમાં ઓછો વિસ્તાર રહેશે. એટલે 25/26 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતથી સતાવર ચોમાસાની ટ્રેન એન્ટ્રી કરશે.

2/3 જુલાઈ સુધીમાં લગભગ મોટા ભાગના ગુજરાતમાં સતાવર ચોમાસુ બેસી જશે. સતાવર ચોમાસાનો આ પહેલો સારો અને લાંબો રાઉન્ડ રહે પુરી શકયતા છે. આ રાઉન્ડમાં મોટા ભાગના બાકી વિસ્તારોમાં વાવણી થઈ જશે.

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને કાલે મહિસાગર, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment